February 7, 2025

ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, શુભમને 87 રન બનાવ્યા; જાડેજા-હર્ષિતે 3-3 વિકેટ લીધી

IND vs ENG: ટી20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની શરૂઆત પણ જોરદાર રીતે કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીની પહેલી મેચ 4 વિકેટથી સરળતાથી જીતી લીધી. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાની મજબૂત બોલિંગના આધારે ઈંગ્લેન્ડને માત્ર 248 રનમાં જ રોકી દીધું. આ પછી શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને અક્ષર પટેલની શાનદાર અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ 40 ઓવરમાં જીત મેળવી.

ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતી આ શ્રેણી સાથે, ટીમ ઈન્ડિયાએ લાંબા સમય પછી ODI ક્રિકેટમાં વાપસી કરી. અગાઉ, ભારતીય ટીમે જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકા પ્રવાસ પર 3 ODI રમી હતી, જે 2023ના વર્લ્ડ કપ ફાઇનલ પછી ભારતની પ્રથમ અને એકમાત્ર ODI શ્રેણી હતી. આવી સ્થિતિમાં, બધાની નજર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ ફોર્મેટમાં પોતાને કેવી રીતે અનુકૂળ કરે છે તેના પર હતી. મોટાભાગના ખેલાડીઓએ નિરાશ ન કર્યા.

હર્ષિત-જાડેજાએ 3-3 વિકેટ લીધી
આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરી અને મોહમ્મદ શમીએ કડક શરૂઆત કરી. પરંતુ બીજી તરફ ઇંગ્લિશ ઓપનરોએ હર્ષિત રાણા પર હુમલો કર્યો. જે પોતાનો વનડે ડેબ્યૂ કરી રહ્યો હતો. ફિલ સોલ્ટ 45 રને આઉટ થયો ત્યારે આ જોડીએ માત્ર નવ ઓવરમાં 75 રન ઉમેર્યા હતા. અહીંથી ટીમ ઈન્ડિયાએ પોતાની વાપસી શરૂ કરી. આમાં હર્ષિતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા બેન ડકેટ 32 રને અને પછી હેરી બ્રુકની 0 રને વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાએ ફરીથી જો રૂટ 19 રન પર આઉટ કર્યો.

સુકાની જોસ બટલર અને યુવા ઓલરાઉન્ડર જેકબ બેથેલે ઇનિંગ્સને સ્થિર કરી. બટલર 52 રન સાથે અડધી સદી ફટકારી હતી અને તેના આઉટ થયા પછી બેથેલએ 51 રન ફટકારી ટીમને 200ની પાર પહોંચાડી દીધી હતી. તેણે પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી પરંતુ તે પણ જાડેજાનો શિકાર બન્યો. અંતે જોફ્રા આર્ચર 21 રને કેટલાક મોટા શોટ ફટકારીને ટીમને કુલ 248 રન સુધી પહોંચાડી. હર્ષિત અને જાડેજાએ 3-3 વિકેટ લીધી. જ્યારે શમી, અક્ષર અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી.

શુભમન-ઐયરે રમત પલટી નાખી
હર્ષિત રાણાનું ડેબ્યૂ જોરદાર હતું, હવે બધાની નજર યશસ્વી જયસ્વાલ પર હતી. ઈજાને કારણે વિરાટ કોહલી મેચમાંથી બહાર થઈ ગયો જેના કારણે જયસ્વાલ 15 રન સાથે ODI ડેબ્યૂ મળ્યું. જોકે, જોફ્રા આર્ચર અને સાકિબ મહમૂદની ઉત્તમ બોલિંગથી તે પરેશાન દેખાતો હતો અને આખરે આર્ચરનો શિકાર બન્યો. સુકાની રોહિત 2 રન સાથે ફરી નિરાશ થયો. ટેસ્ટ ફોર્મેટમાં તેનું ખરાબ ફોર્મ વન-ડેમાં પણ ચાલુ રહ્યું અને તેણે ફરીથી ખોટો શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી.

પરંતુ ત્યાંથી શ્રેયસ ઐયર અને શુભમન ગિલ 87 રનની મજબૂત ઇનિંગ્સ રમી. ખાસ કરીને ઐયરે આવતાની સાથે જ આક્રમક રમત શરૂ કરી દીધી અને 59 રન ફટકાર્યા. આર્ચરની ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે તે સૌથી શક્તિશાળી રહ્યો. ઐયરે માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી પરંતુ તે પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં ફેરવી શક્યો ન હતો. તેના આઉટ થયા પછી અક્ષરે 52 રને ફટકારી ગિલ સાથે મળીને તેણે 108 રનની ભાગીદારી કરી જેણે જીત પર મહોર લગાવી. અક્ષરને અડધી સદી ફટકાર્યા બાદ આદિલ રશીદે બોલ્ડ આઉટ કર્યો, જ્યારે શુભમન ગિલ તેની સદીથી માત્ર 13 રન દૂર આઉટ થયો. આ પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ ટીમને જીત તરફ દોરી.