September 8, 2024

બજેટ પહેલા રેડ માર્ક સાથે શેરમાર્કેટ બંધ, વિપ્રોના શેરમાં કડાકો

Share Market News: ભારતીય શેર માર્કેટમાં સોમવારનો દિવસ શેરના પછડાટ સાથે પૂર્ણ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક 0.13 એટલે કે 102 પોઈન્ટના ઘટાડા સાથે 80502 પર બંધ થયો હતો. માર્કેટ જ્યારે બંધ થયું એ સમયે સેંસેક્સના 30 શેરમાંથી 14 શેર ગ્રીન માર્ક પર અને 16 રેડ માર્ક પર રહ્યા હતા. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 0.09 ટકા એટલે કે 21 પોઈન્ટના ઘટાડા સાથે 24509 પોઈન્ટ પર બંધ થયો હતો. માર્કેટ બંધ થઈ ત્યારે નિફ્ટીના 50 શેરમાં 28 શેર ગ્રીન અને 22 શેર રેડ માર્ક પર રહ્યા હતા.

તેજી પણ આંશિક રહી
નિફ્ટીના શેરમાં સૌથી વધારે ઘટાડો વિપ્રોમાં નોંધાયો છે. 9.31 ટકા. જ્યારે રીલાયન્સમાં 3.42 ટકા, કોટક બેંકમાં 3.25 ટકા, ITCમાં 1.74 ટકા અને SBI લાઈફમાં 1.74 ટકા નોંધાયો છે. જ્યારે સૌથી વધારે તેજી ગ્રેસીમમાં 2.58 ટકા જોવા મળી હતી જ્યારે અલ્ટ્રાટેકમાં 2.41 ટકા, એનટીપીસીમાં 2.22 ટકા, HDFC બેંકમાં 2.16 ટકા તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.03 ટકા તેજી જોવા મળી હતી. સૂચકાંકોની વાત કરીએ તો, આજે સૌથી વધુ વધારો નિફ્ટી ઓટોમાં 1.13 ટકા, નિફ્ટી બેન્કમાં 0.12 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.22 ટકા, નિફ્ટી મેટલમાં 1.12 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.98 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.25 ટકા, નિફ્ટીમાં 0.25 ટકાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચો: Vegetable prices: શાકભાજીનાં ભાવમાં મોટો ઉછાળો, ગુજરાતમાં આટલા વધ્યાં ભાવ

ટકાવારી જાણી લો
ખાનગી બેન્ક 0.11 ટકા, નિફ્ટી હેલ્થકેરમાં 1.01 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.36 ટકા અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 1.03 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 0.58 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.48 ટકા, નિફ્ટી મીડિયામાં 0.71 ટકા, નિફ્ટી આઈટીમાં 0.43 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.