રહસ્યમય રીતે ગુમ થયેલી એમ.એસ યુનિવર્સિટીની વિદ્યાર્થિની અમિષાના CCTV આવ્યા સામે

Vadodara: વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતીનો રહસ્યમય ગુમ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમિષા નામની યુવતીનો મૃતદેહ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, પાંચ લાખ રૂપિયા લઈ યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. જોકે, ન્યૂઝ કેપિટલ પાસે યુવતીના સીસીટીવી ફૂટેજ આવ્યા છે.
મળતી માહિતી અનુસાર એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અમિષા રહસ્યમય રીતે ગુમ થઈ હતી. જોકે, હવે તેના સીસીટીવી સામે આવ્યા છે. જેમા યુનિવર્સિટીમાં એકલી દેખાઈ આવી છે. અમિષાએ યુનિવર્સિટીમાં વિજિલન્સના ફોનથી ઘરે ફોન કર્યો હતો. જે બાદ કેન્ટીન તરફ વિદ્યાર્થિની આંટાફેરા કરતી દેખાઈ આવી. આ સિવાય યુનિવર્સિટીમાં અમિષાએ પરીક્ષા પણ નથી આપી. વધુમાં બેન્કમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડી અને એક્ટિવા મારફતે પરત ફરતી દેખાઈ હતા. જોકે, હવે સીસીટીવી સામે આવતા પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને અનેક ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો: ‘નહીં આવી શકું…’, મુંબઈ પોલીસે કુણાલ કામરાને હાજર થવા મોકલ્યું સમન્સ